અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય નિશ્ચિત, સુવર્ણયુગનું વચન

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય નિશ્ચિત, સુવર્ણયુગનું વચન

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય નિશ્ચિત, સુવર્ણયુગનું વચન

Blog Article

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય લગભગ નિશ્ચિત બન્યો છે. ટ્રમ્પની જીતના સ્પષ્ટ સંકેત આપતા વિવિધ રાજ્યોમાંથી પરિણામો આવવાનું ચાલુ હતું ત્યારે 78-વર્ષીય રિપબ્લિકન નેતાએ ફ્લોરિડામાં વેસ્ટ પામ બીચ ખાતે તેમના સમર્થકોને સંબોધિત કરીને વિજયની ઘોષણા કરી હતી અને અમેરિકા માટે સુવર્ણ યુગનું વચન આપ્યું હતું.
રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પને 270 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા હતાં અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને 224 વોટ મળ્યા હતા. ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કુલ 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ માટે રસાકસી હતી. ચૂંટણીમાં 270 કે તેથી વધુ ઇલેક્ટ્રોલ વોટ મેળવનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે.

મતોની ગણતરીના છ કલાકમાં પછી રિપબ્લિકન ઉમેદવાર જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનાના સ્વિંગ રાજ્યો જીતી ચૂક્યા હતા અને અન્ય પાંચ પેન્સિલવેનિયા, એરિઝોના, મિશિગન, વિસ્કોન્સિન અને નેવાડામાં આગળ હતાં. મતોની ગણતરીમાં સ્પષ્ટ વલણ બહાર આવતાં, હેરિસે તેની અલ્મા મેટર હોવર્ડ યુનિવર્સિટીમાં ચૂંટણી વોચ પાર્ટી રદ કરી હતી.
ટ્રમ્પની જીતને નોંધપાત્ર પુનરાગમન તરીકે જોવામાં આવે છે, કારણ કે 2020ની પ્રમુખપદની ચૂંટણી જો બાઇડન સામે હારી ગયા ત્યારે તેમની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો હોવાનું ઘણા માનતા હતાં.

ટ્રમ્પે તેમના પરિવાર સાથે તેમના સમર્થકોના સંબોધતાં જાહેર કર્યું હતું કે આ અમેરિકાનો સુવર્ણ યુગ હશે. અમેરિકાએ અમને અભૂતપૂર્વ અને મજબૂત જનાદેશ આપ્યો છે.અમેરિકન લોકો માટે આ એક ભવ્ય વિજય છે. આ એક એવી ચળવળ હતી જે પહેલાં કોઈએ ક્યારેય જોઇ ન હતી, અને સાચું કહું તો, હું માનું છું કે, આ અત્યાર સુધીની સૌથી મોટી રાજકીય ચળવળ હતી. આ દેશમાં આવું ક્યારેય બન્યું નથી. અમે અમારી સરહદો ઠીક કરવા જઈ રહ્યા છીએ. અમે અમારા દેશ વિશે બધું ઠીક કરવા જઈ રહ્યા છીએ. અને અમે આજે રાત્રે એક કારણસર ઈતિહાસ રચ્યો છે, અને તેનું કારણ એટલું જ છે કે અમે એવા અવરોધોને દૂર કર્યા જે કોઈએ વિચાર્યું પણ નહોતું તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. કે અમે સૌથી અવિશ્વસનીય રાજકીય વિજય હાંસલ કર્યો છે.

અમેરિકા માટે સુવર્ણ યુગનું વચન આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તમારા 47માં પ્રેસિડન્ટ અને તમારા 45માં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયાના અસાધારણ સન્માન માટે હું અમેરિકન લોકોનો આભાર માનું છું. હું તમારા માટે, તમારા પરિવાર અને તમારા ભવિષ્ય માટે લડીશ.દરરોજ, હું તમારા માટે લડીશ અને મારા શરીરના દરેક શ્વાસ સાથે. અમેરિકા મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ન બને ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. આ ખરેખર સુવર્ણ યુગ હશે.

Report this page